Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 યાહવેનાં વચનો શુદ્ધ છે. તે માટીની ભઠ્ઠીમાં સાતવાર પરખાવેલી ચાંદી જેવાં નિર્ભેળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા [તેઓ નિર્મળ છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 12:6
16 Iomraidhean Croise  

ઈશ્વરના માર્ગ કેવા સંપૂર્ણ છે! તેમનાં વચનો કેવાં ભરોસાપાત્ર છે! તેમને શરણે જનારાને માટે તે ઢાલ સમાન છે.


કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે.


“ચાંદી માટે ખાણ હોય છે, અને સોનાને શુદ્ધ કરવાની જગા હોય છે.


તમારાં વચનો સંપૂર્ણ રીતે પરખાયેલાં છે. તમારો આ સેવક તેમના પર પ્રેમ રાખે છે.


ઈશ્વરનો માર્ગ પરિપૂર્ણ છે. પ્રભુનો સંદેશ પરખેલો છે. તે તેમનું શરણ લેનાર માટેની ઢાલ છે.


પ્રભુના આદેશો સાચા છે, તે દયને આનંદ આપે છે; પ્રભુની આજ્ઞાઓ નિર્મળ છે; તે આંખોને તેજ પમાડે છે.


હે ઈશ્વર, તમે અમારી પારખ કરી છે. જેમ ચાંદી શુદ્ધ કરાય તેમ તમે અમને શુદ્ધ કર્યા છે.


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો;


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.”


કારણ, પ્રભુ પોતે તેમનો પક્ષ લઈને લડશે, અને તે તેમને લૂંટી લેનારનો જીવ છીનવી લેશે.


ઈશ્વરનું દરેક કથન સાચું ઠરેલું છે, ઈશ્વરને શરણે જનાર માટે તે ઢાલરૂપ છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું બેબિલોન પર હુમલો કરીશ અને તેને ખંડિયેર બનાવીશ. હું કશું બાકી રાખીશ નહિ. તેમનાં સંતાનો કે વંશજોમાંથી કોઈ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


પ્રભુ કહે છે, “હવે હું ઊભો થઈશ. હું પોતાને ઊંચો કરીશ. હું હવે મોટો મનાઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan