Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 12:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હે પ્રભુ, એ ખુશામતિયા હોઠોને બંધ કરી દો; અને એ બડાઈખોર જીભોને ચૂપ કરી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 12:3
26 Iomraidhean Croise  

કારણ, મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું, તો ઈશ્વર મને તત્કાળ ઉઠાવી લે.


મને ખાતરી છે કે પ્રભુ તો પીડિતજનોના દાવાની તરફેણ કરે છે, અને કંગાલોના હકકોની રક્ષા કરે છે.


તેમનાં હૃદય પથ્થર જેવાં દયાહીન છે, તેઓ ઘમંડથી બોલે છે.


તારો બોજો પ્રભુ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે નેકજનને કદી વિચલિત થવા દેશે નહિ.


દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’


જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ!


દ્વેષી માણસ કપટી વાણીથી છેતરે છે; કારણ, તેનું હૈયું કપટથી ભરેલું છે.


યરુશાલેમ અને સમરૂન કરતાં યે વધારે ભવ્ય મૂર્તિઓની પૂજા કરતા રાજ્યો મારા હાથમાં આવ્યાં છે.


કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો.


જો તારા જાતભાઈઓએ અને તારા કુટુંબીજનોએ તને દગો દીધો છે; તેઓ તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ અતિશય નિંદા કરે છે. જો કે તેઓ તારી સામે મીઠી વાતો કરે, તો પણ તું તેમનો ભરોસો રાખીશ નહિ.”


તેમની જીભ તીક્ષ્ણ તીર જેવી છે; તેમના મુખમાં સદા છેતરપિંડી હોય છે. દરેક પોતાના પડોશી સાથે મિત્રભાવે બોલે છે, પણ મનમાં તેનો ઘાત કરવાનું કાવતરું ઘડે છે.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


તારા હત્યારાઓ તને મારી નાખવા આવશે ત્યારે તેમની સામે તું દેવ હોવાનો દાવો કર્યા કરીશ? તું તારા હત્યારાના હાથમાં પડીશ ત્યારે તું કેવળ માણસ જ હોઇશ, દેવ નહિ.


તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે.


તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે.


હું શિંગડાં સામે તાકી રહ્યો હતો એવામાં તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણને ઉખેડી નાખ્યાં. એ નાના શિંગડાને માનવી આંખો હતી અને ગર્વિષ્ઠ વાતો કરનાર મુખ હતું.


પ્રભુ કહે છે, “તમે મારા વિષે ભયાનક વાતો કરી છે. પણ તમે પૂછો છો, ‘અમે તમારે વિષે શું બોલ્યા છીએ?’


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.


તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી.


તમારી મોટી મોટી બડાશો હાંકવાનું બંધ કરો, તમારા ગર્વિષ્ઠ શબ્દો ઉચ્ચારશો નહિ, કારણ, પ્રભુ સર્વજ્ઞ છે, અને તે માણસોનાં બધાં કાર્યોનો ન્યાય કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan