Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:96 - પવિત્ર બાઇબલ C.L.

96 મેં જોયું છે કે સર્વ બાબતોને સીમા હોય છે, પરંતુ તમારી આજ્ઞાઓ અસીમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

96 મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઈ છે; પણ તમારી આજ્ઞાની સીમા જ નથી. મેમ

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી. મેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:96
23 Iomraidhean Croise  

આબ્શાલોમ સૌંદર્યની બાબતમાં અત્યંત પ્રશંસનીય હતો, આખા ઇઝરાયલમાં તેના જેવો કોઈ સુંદર યુવાન નહોતો. માથાથી પગ સુધી તેનામાં કંઈ ખોડખાંપણ નહોતી.


એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્‍ને એની સલાહને અનુસરતા.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.


તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા.


સભાશિક્ષક કહે છે, મિથ્યા જ મિથ્યા, સઘળું મિથ્યા છે.


તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી.


પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજરે જુએ છે તો તે તેની સાથે મનમાં વ્યભિચાર કરે છે.


આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું.


ગોલ્યાથે ઊભા રહીને ઈઝરાયલીઓને પડકાર્યા, “તમે શું જોઈને લડવા માટે એકત્ર થયા છો? હું પલિસ્તી છું. તમે તો શાઉલના નોકર છો. તમારામાંથી એક માણસને મારી સાથે લડવા પસંદ કરો.


તેને શાઉલ નામે એક પુત્ર હતો. તે સુંદર યુવાન હતો. ઇઝરાયલમાં બીજા બધા કરતાં તે વેંતભર ઊંચો અને સુંદર હતો.


Lean sinn:

Sanasan


Sanasan