Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:95 - પવિત્ર બાઇબલ C.L.

95 દુષ્ટો મારો નાશ કરવા લાગ શોધે છે, પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઈ રહ્યા છે; પણ હું તમારાં સાક્ષ્યો ધ્યાનમાં રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

95 દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે; છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:95
19 Iomraidhean Croise  

હું તમારાં સાક્ષ્યવચનો પાળું છું, અને હું તેમના પર અત્યંત પ્રેમ કરું છું.


હે પ્રભુ, હું તમારા હુકમોને વળગી રહ્યો છું; મને લજ્જિત થવા દેશો નહિ.


ગર્વિષ્ઠો મારા પર જૂઠાં આળ મૂકે છે. પરંતુ હું સંપૂર્ણ દયથી તમારા આદેશો પાળું છું.


તેમણે ફેસ્તસને તેમની તરફેણ કરીને પાઉલને યરૂશાલેમ મોકલી આપવા વિનંતી કરી. કારણ, તેમણે તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.


પણ તેમનું માનશો નહિ. કારણ, ચાલીસ કરતાં વધારે માણસો તેની રાહ જોતા સંતાઈ રહ્યા છે. પાઉલને તેઓ મારી ન નાખે ત્યાં સુધી તેમણે કંઈ અન્‍નજળ નહિ લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ હવે તેમ કરવાને તૈયાર છે, અને તમારા નિર્ણયની રાહ જુએ છે.”


પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.”


તમારાં સાક્ષ્યવચનો અદ્‍ભુત છે; તેથી હું તેમને અનુસરું છું.


હું તમારો સેવક છું; મને સમજ આપો; જેથી હું તમારા આદેશો સમજી શકું.


જો કે દુષ્ટોના ફાંદાઓ મને ફસાવે તોપણ હું તમારા નિયમને વીસરતો નથી.


તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે.


મારો જીવ લેવા ઇચ્છનારાઓ મારે માટે જાળ બિછાવે છે; મને હાનિ પહોંચાડવા મથનારા મને મારી નાખવાની ધમકી આપે છે, તેઓ આખો દિવસ કપટી યોજનાઓ ઘડયા કરે છે.


દુષ્ટ નેકજનની જાસૂસી કરે છે; તે તેની હત્યા કરવાનો લાગ શોધે છે.


જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા.


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan