Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:91 - પવિત્ર બાઇબલ C.L.

91 તમારા ક્રમ પ્રમાણે સૃષ્ટિ આજ દિન સુધી ટકી રહી છે; કારણ, તે તમને આજ્ઞાધીન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

91 આજ સુધી તેઓ તમારાં ન્યાયવચન પ્રમાણે નીભી રહેલાં છે; કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

91 તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ, તે સર્વ તમારા સેવકો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:91
10 Iomraidhean Croise  

પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો તથા રાત અને દિવસ સદા થયા કરશે.”


તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી.


મેં મારે હાથે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને મારા જમણા હાથથી આકાશોને પ્રસાર્યાં હતાં. હું આકાશ અને પૃથ્વીને હાકલ કરું એટલે તેઓ તરત મારી સમક્ષ હાજર થઈ જાય છે.


પણ હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો દિવસ અને રાત સાથેનો મારો કરાર ટકે નહિ અને જો મેં આકાશ તથા પૃથ્વીના અચળ નિયમો ઠરાવ્યા ન હોય,


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


મારા ઉપર પણ ઉપરી અધિકારીઓની સત્તા છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. એકને હું હુકમ કરુ છું, ’જા’, એટલે તે જાય છે. બીજાને કહું છું, ’આવ’, એટલે તે આવે છે અને મારા નોકરને કહું છું, ’આ પ્રમાણે કર’ એટલે તે તે પ્રમાણે કરે છે.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


આકાશમાંથી તારાઓ લડયા, હા, પોતાની કક્ષામાં ધૂમતા તારાઓ સીસરા વિરુદ્ધ લડયા.


Lean sinn:

Sanasan


Sanasan