Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:49 - પવિત્ર બાઇબલ C.L.

49 તમારી જે પ્રતિજ્ઞાથી તમે મને આશા બંધાવી છે, તેને તમારા આ સેવકના હક્કમાં સંભારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:49
18 Iomraidhean Croise  

તે બોલ્યો, “હે પ્રભુ, મારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વર તથા મારા પિતા ઇસ્હાકના ઈશ્વર, તમે જ મને કહ્યું હતું કે, ‘તું તારા વતનમાં તારા લોકની પાસે પાછો જા, અને હું તારું ભલું કરીશ.


ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


હવે ઓ પ્રભુ પરમેશ્વર, તમે મારે માટે અને મારા વંશજો માટે જે વચનો આપ્યાં છે તે હંમેશને માટે પરિપૂર્ણ કરો;


હે ઈશ્વર, સંભારો તો ખરા કે મારી જિંદગી એક ફૂંક જેવી છે. મારી આંખો ફરી કદીય સુખ જોનાર નથી.


પ્રભુની સમક્ષ ગીતો ગાઓ, અને વાજિંત્રો વગાડો. તેમનાં સર્વ અજાયબ કાર્યોનું વર્ણન કરો.


તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


હે પ્રભુ, તમે તમારા લોક પ્રત્યે સદ્ભાવ દર્શાવો ત્યારે મને પણ સંભારજો. તમે તેમને ઉગારો, ત્યારે મને પણ ઉગારજો.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું.


મારા મુખમાંથી તમારાં સત્ય કથન લઈ ન લો; કારણ, હું તમારાં ધારાધોરણોની આશા રાખું છું.


તમારા ભક્તો મને જોઈને આનંદિત થશે; કારણ, મેં તમારા શિક્ષણ પર ભરોસો રાખ્યો છે.


તમારા ઉદ્ધાર માટે મારો પ્રાણ ઝૂરે છે; હું તમારા બોધની આશા રાખું છું.


હું નિરંતર તમારા પર આશા રાખીશ, અને હું તમારું સ્તવન અધિક્ધિક કરીશ.


હે યરુશાલેમ, મેં તારી દીવાલો પર ચોકીદારો મૂક્યા છે. તેઓ રાતદિવસ શાંત રહેશે નહિ, પણ પ્રભુને તેમણે આપેલાં વચનોની યાદ દેવડાવ્યા કરશે અને જંપીને બેસશે નહિ.


હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે.


Lean sinn:

Sanasan


Sanasan