Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:40 - પવિત્ર બાઇબલ C.L.

40 જુઓ, હું તમારા આદેશોની તીવ્ર અભિલાષા રાખું છું, તમારી ઉદ્ધારક શક્તિથી મને નવું જીવન આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો. વાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:40
20 Iomraidhean Croise  

મારા પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે; માટે હે પ્રભુ, તમારા આપેલા વચન પ્રમાણે મને જીવંત રાખો.


તમારા પ્રેમને લીધે મારો સાદ સાંભળો; હે પ્રભુ, તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો.


હે પ્રભુ, તમારી દયા મહાન છે; તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો.


હું તમારા આદેશો પર કેટલો પ્રેમ રાખું છું તે ધ્યાનમાં લો; હે પ્રભુ, તમારા પ્રેમને લીધે મને જીવંત રાખો.


તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે.


હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો.


મારી દષ્ટિ વ્યર્થ મૂર્તિઓ તરફ ફરતી અટકાવો, અને તમારા શિક્ષણ વડે મને જીવન બક્ષો


તમારાં ફરમાનોનું પાલન કરવા મારું આચરણ દઢ થાય તો કેવું સારું!


તમારા અવિચળ પ્રેમને લીધે મારા જીવનનું રક્ષણ કરો; જેથી હું તમારા મુખનાં સાક્ષ્યવચનો પાળી શકું.


જાગતા રહો અને પ્રાર્થના કરો; જેથી તમે પ્રલોભનમાં ન પડો. આત્મા તત્પર છે, પણ દેહ નિર્બળ છે.


છોકરાનો પિતા બોલી ઊઠયો, “હું વિશ્વાસ તો રાખું છું, પણ તે આૂરો છે. મારો વિશ્વાસ વધારો.”


ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે.


પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે.


હું કેવો દુ:ખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે?


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો,” પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


કારણ, આપણો માનવી સ્વભાવ પવિત્ર આત્મા કરતાં વિરુદ્ધની અપેક્ષા રાખે છે, અને પવિત્ર આત્મા માનવી સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા રાખે છે. એ બન્‍ને એકબીજાના દુશ્મનો છે, અને તેથી તમે જે કરવા માગો છો તે તમે કરી શક્તા નથી.


જ્યારે આજ્ઞાભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે તેમણે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે.


મારા પ્રિય મિત્ર, તું સર્વ રીતે સુખી રહે અને જેમ તું આત્મામાં તંદુરસ્ત છે તેમ તારી શારીરિક તંદુરસ્તી પણ સારી રહે એવી હું પ્રાર્થના કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan