Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:39 - પવિત્ર બાઇબલ C.L.

39 તમારાં ધારાધોરણો શ્રેષ્ઠ છે; તે વડે મારાથી ભયજનક અપમાનો દૂર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 જે અપમાનથી હું બીહું છું તે મારાથી દૂર કરો; કેમ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:39
19 Iomraidhean Croise  

પણ પ્રભુના શત્રુઓ કરે તેમ તેં આ કૃત્યથી પ્રભુનો અત્યંત તિરસ્કાર કર્યો છે અને તેથી તારું નવજાત બાળક મરી જશે.”


તમારા ઉદ્ધારની અને તમારું વચન પૂર્ણ થવાની પ્રતીક્ષામાં મારી આંખોય ઝાંખી પડી છે.


તમારી આજ્ઞાઓની તીવ્ર અભિલાષામાં હું ઉઘાડે મુખે તલપું છું.


તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે.


તેમની નિંદા અને અપમાનો મારાથી દૂર કરો, કારણ, હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરું છું.


હે પ્રભુ, હું તમારા હુકમોને વળગી રહ્યો છું; મને લજ્જિત થવા દેશો નહિ.


મારા મુખમાંથી તમારાં સત્ય કથન લઈ ન લો; કારણ, હું તમારાં ધારાધોરણોની આશા રાખું છું.


હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે.


પ્રભુની ધાકધમકી શુદ્ધ છે; તે સર્વકાળ ટકશે. પ્રભુનાં ધારાધોરણ સાચાં છે; તે હંમેશાં વાજબી હોય છે.


મારા સર્વ અપરાધોથી મને ઉગારો, મૂર્ખ લોકો મારી ઠેકડી ઉડાડે એવું થવા ન દો.


ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે.


નહિ તો એ વાત સાંભળનારા તારી નિંદા કરશે, અને તારી કાયમની બદનામી થશે.


અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.


આપણે જાણીએ છીએ કે આવાં ક્મ કરનારને ઈશ્વર સજા ફરમાવે એ વાજબી છે.


બીજી પ્રજા ગમે તેટલી મહાન હોય તો પણ આજે હું જે નિયમસંહિતા રજુ કરું છું એના જેવા અદલ નિયમો તથા ફરમાનો તેમની પાસે નથી.


વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય.


આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.


ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય.


ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.”


Lean sinn:

Sanasan


Sanasan