Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:26 - પવિત્ર બાઇબલ C.L.

26 મેં મારું આચરણ તમારી સમક્ષ કબૂલ્યું અને તમે મને ઉત્તર આપ્યો; હવે તમારાં ફરમાન મને શીખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો; મને તારા વિધિઓ શીખવ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:26
15 Iomraidhean Croise  

તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો.


“હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો.


પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.


તમારાં નેક ધારાધોરણ અનુસરવા મેં ગંભીર પ્રતિજ્ઞા લીધી છે; તે પાળવા હું ખંતથી યત્ન કરીશ.


હે પ્રભુ, એકમાત્ર તમે જ સ્તુતિપાત્ર છો; તમારાં ફરમાનો મને શીખવો.


હે પ્રભુ, મને તમારો માર્ગ દર્શાવો; મને તમારા રસ્તાને અનુસરવાનું શીખવો.


હે પ્રભુ, મને તમારા માર્ગ વિષે શીખવો; મને સરળ માર્ગે દોરો, કારણ, મારા શત્રુઓ ઘણા છે.


પછી મેં તમારી આગળ મારાં પાપની કબૂલાત કરી, અને મેં મારો દોષ છુપાવ્યો નહિ; કારણ તમારી આગળ મેં મારા અપરાધનો એકરાર કરવાનો નિર્ધાર કર્યો હતો; તેથી તમે મારાં પાપનો દોષ માફ કર્યો. (સેલાહ)


હું મારો દોષ કબૂલ કરું છું; મારાં પાપોને લીધે હું વ્યથિત છું.


હે પ્રભુ, તમે મને તમારા માર્ગ વિષે શીખવો; જેથી હું સાચે માર્ગે ચાલું. તમારા નામની ભક્તિ કરવા મારા દયને એકાગ્ર કરો.


પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.


Lean sinn:

Sanasan


Sanasan