Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે, તેઓ સર્વ આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:2
24 Iomraidhean Croise  

અને તારા ઈશ્વર પ્રભુ તને જે આજ્ઞા આપે તે પ્રમાણે કર. મોશેના નિયમશામાં લખેલા પ્રભુના સર્વ નિયમો અને આજ્ઞાઓ પાળ; જેથી તું જ્યાં જાય ત્યાં સર્વ બાબતોમાં સફળ થાય.


તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.”


તેણે પોતાના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવીને નિયમ અને આજ્ઞાઓ અનુસાર ઈશ્વરના મંદિરમાંની સેવાને લગતું જે કામ ઉપાડયું તે તેણે સફળતાપૂર્વક પાર પાડયું.


જેથી તેઓ ઈશ્વરના આદેશોનું પાલન કરે અને તેમનો નિયમ પાળે; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!


હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો.


હું તમારું શિક્ષણ પાળવા ચાહું છું; તેથી મારા પગને પ્રત્યેક ભૂંડા માર્ગથી દૂર રાખું છું.


હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું.


હું તમને પોકારું છું, મને ઉગારો; એટલે, હું તમારા આદેશો પાળીશ.


આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહું અને તમારા શિક્ષણને અનુસરું.


તેમની નિંદા અને અપમાનો મારાથી દૂર કરો, કારણ, હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરું છું.


હે પ્રભુ, મને, તમારાં ફરમાનોનો અર્થ શીખવો, અને હું તેમને અંત સુધી પાળીશ.


તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ.


હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ.


ગર્વિષ્ઠો મારા પર જૂઠાં આળ મૂકે છે. પરંતુ હું સંપૂર્ણ દયથી તમારા આદેશો પાળું છું.


તમારા અવિચળ પ્રેમને લીધે મારા જીવનનું રક્ષણ કરો; જેથી હું તમારા મુખનાં સાક્ષ્યવચનો પાળી શકું.


પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે.


મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ.


જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ.


હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ.


ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું.


તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.


તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ, સાક્ષ્યવચનો અને ધારાધોરણોનું પૂરા ખંતથી પાલન કરો.


અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.


જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે સર્વ જાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan