Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:19 - પવિત્ર બાઇબલ C.L.

19 હું તો આ પૃથ્વી પર પ્રવાસી છું; તમારી આજ્ઞાઓ મારાથી સંતાડશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હું તો પૃથ્વી પર મુસાફર છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું; તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:19
12 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે.


કારણ, ઈશ્વરે જ તેને અક્કલ આપી નથી, અને તેને સમજણ ફાળવી નથી.


હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો.


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


હું અહીંથી ચાલ્યો જાઉં અને હતો ન હતો થઈ જાઉં, તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી ઉઠાવી લો; જેથી હું થોડીક રાહતનો દમ લઈ શકું!


તમે અમને તમારા માર્ગોથી શા માટે ભટકી જવા દો છો? અમને એવા હઠીલા કેમ બનાવો છો કે અમે તમારો આદરયુક્ત ડર ન રાખતાં ભટકી જઈએ? હે પ્રભુ, તમારા સેવકો અને તમારા સંપત્તિરૂપ લોકને લીધે પાછા આવો.


પછી ધર્મશાસ્ત્ર સમજવા માટે તેમણે તેમનાં મન ખોલ્યાં;


પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા.


તેથી અમે હંમેશાં હિંમતવાન છીએ. અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી અમે આ શરીરરૂપી ઘરમાં છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય ઘરથી અને તેથી પ્રભુથી દૂર છીએ.


આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે.


Lean sinn:

Sanasan


Sanasan