Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:144 - પવિત્ર બાઇબલ C.L.

144 તમારાં સાક્ષ્યવચનો સર્વકાળ ન્યાયયુક્ત છે; મને સમજ આપો; જેથી હું જીવતો રહું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

144 તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; મને સમજણ આપો, એટલે હું જીવતો રહીશ. કોફ

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

144 તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ. કોફ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

144 તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે, માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:144
23 Iomraidhean Croise  

જે સાક્ષ્યવચનો તમે ફરમાવ્યાં છે તે યથાર્થ અને સંપૂર્ણ વિશ્વસનીય છે.


પરંતુ, હે પ્રભુ, તમે નિકટ છો; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.


દીર્ઘ સમયથી તમારાં સાક્ષ્યવચનો વિષે જાણ્યું છે કે, તમે તેમને સર્વકાળને માટે સ્થાપ્યાં છે.


હે પ્રભુ, મારો આર્તનાદ તમારી સમક્ષ આવવા દો; તમારા શિક્ષણ અનુસાર મને સમજ આપો.


આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહું અને તમારા શિક્ષણને અનુસરું.


તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ.


મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન શીખવો. કારણ, મેં તમારી આજ્ઞાઓ પર ભરોસો રાખ્યો છે.


તમારા જ હાથોએ મને સર્જીને ધરી રાખ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજ આપો.


પ્રભુની ધાકધમકી શુદ્ધ છે; તે સર્વકાળ ટકશે. પ્રભુનાં ધારાધોરણ સાચાં છે; તે હંમેશાં વાજબી હોય છે.


નેકજનના શબ્દો ઉન્‍નતિકારક નીવડે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈને લીધે માર્યો જાય છે.


મારા પિતા મને શીખવતાં શીખવતાં કહેતા; “મારા શબ્દો તારા હૃદયમાં સાચવી રાખ, મારી આજ્ઞાઓને અનુસર એટલે તું ભરપૂર જીવન જીવવા પામશે.


મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે, અને મારા શિક્ષણનું આંખની કીકીની જેમ જતન કર,


તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


ઘણા લોકોને શુદ્ધ કરવામાં આવશે. દુષ્ટો કંઈ સમજશે નહિ, પણ વધુ ને વધુ દુષ્ટતા આચરશે; માત્ર જ્ઞાનીઓ જ આ વાતો સમજશે.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે.


હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી.


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


Lean sinn:

Sanasan


Sanasan