Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:118 - પવિત્ર બાઇબલ C.L.

118 તમારાં ફરમાનોથી ભટકી જનારને તમે ધિક્કારો છો; કારણ, કપટી યોજનાઓથી તેઓ જૂઠને ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

118 તમારા વિધિઓથી સર્વ ભમી જનારાને તમે હલકા ગણ્યા છે; કેમ કે તેઓનો ઢોંગ ફોકટ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

118 જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગોને પ્રગટ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:118
19 Iomraidhean Croise  

હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો.


તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો, અને તમારી આજ્ઞાઓથી ભટકી જનારા શાપિત છે.


અસત્યનો માર્ગ મારાથી દૂર રાખો, કૃપા કરી મને તમારો નિયમ શીખવો.


તેઓ પોતાના પૂર્વજો જેવા વિદ્રોહી અને બેવફા બન્યા અને વાંકા ધનુષ્યના તીરની જેમ આડે રસ્તે ચડી ગયા.


ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’


કાવતરાખોરોના મનમાં કપટ હોય છે, પણ શાંતિની હિમાયત કરનારાઓના મનમાં આનંદ હોય છે,


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


એ તો રાખ ખાવા જેવું છે. તેના મૂઢ મને તેને ભમાવ્યો છે, તેને માટે બચવાનો આરો નથી. કારણ, “તમારા જમણા હાથમાંની મૂર્તિ તો જૂઠી વસ્તુ છે,” એવું તે સ્વીકારી શક્તો નથી.


“મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે.


હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


તેથી તમારા પહેલાંના જીવનવ્યવહારનું જૂનું વ્યક્તિત્વ, જે તેની છેતરામણી વાસનાઓથી ક્ષીણ થતું જાય છે તે ઉતારી નાખો;


કોઈ તમને મૂર્ખ શબ્દોથી છેતરી જાય નહિ. એવાં કાર્યો કરી ઈશ્વરને આધીન નહિ થનારા લોકો પર ઈશ્વરનો કોપ આવશે.


પણ દુષ્ટ અને દંભી માણસ તો વધુ ને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરવા જતાં તેઓ જાતે જ છેતરાઈ જશે.


તમે સત્ય જાણતા નથી માટે હું તમને લખું છું એવું નથી. એથી ઊલટું, તમે સત્ય જાણો છો માટે લખું છું. અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે જ નહિ.


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


Lean sinn:

Sanasan


Sanasan