Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે; જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:11
13 Iomraidhean Croise  

તેમના મુખનો બોધ ગ્રહણ કર, અને તેમનાં કથનો તારા હૃદયમાં રાખ.


એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે.


હું તમારા નિયમશાસ્ત્ર પર કેટલો પ્રેમ રાખું છું! આખો દિવસ હું તેનું જ મનન કરું છું.


વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ.


તેનાં હૃદયમાં તેના ઈશ્વરનો નિયમ છે, અને તેના પગ કદી લપસી જશે નહિ.


હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવા હું તત્પર છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.


મારા પુત્ર, જો તું મારા શિક્ષણનો અંગીકાર કરીશ, અને મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાનું સદા યાદ રાખીશ;


“સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ.


તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું.


મિર્યામે આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી અને એના પર ઊંડો વિચાર કરવા લાગી.


તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


Lean sinn:

Sanasan


Sanasan