Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:108 - પવિત્ર બાઇબલ C.L.

108 હે પ્રભુ, સ્વેચ્છાપૂર્વક અપાયેલ મારા મુખનાં સ્તુત્યાર્પણ સ્વીકારો, અને તમારાં ધારાધોરણ મને શીખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણ સ્વીકારો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

108 હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાય વચનો મને શીખવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:108
9 Iomraidhean Croise  

પ્રભુને આપવામાં આવતો નિયત ફાળો સ્વીકારવાની અને પવિત્ર અર્પણોમાંથી તેમને વહેંચી આપવાની જવાબદારી મંદિરના પૂર્વ દરવાજાના મુખ્ય સંરક્ષક લેવી એટલે, યિમ્નાના પુત્ર કોરેની હતી.


હે પ્રભુ, એકમાત્ર તમે જ સ્તુતિપાત્ર છો; તમારાં ફરમાનો મને શીખવો.


તમારા શિક્ષણની સમજૂતી પ્રકાશ આપે છે; તે અબુધને સમજણ આપે છે.


હે પ્રભુ, મારો આર્તનાદ તમારી સમક્ષ આવવા દો; તમારા શિક્ષણ અનુસાર મને સમજ આપો.


મેં મારું આચરણ તમારી સમક્ષ કબૂલ્યું અને તમે મને ઉત્તર આપ્યો; હવે તમારાં ફરમાન મને શીખવો.


તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને હું પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુનાં યશોગાન ગાઈશ.


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


“તમારાં નક્કી કરેલાં પર્વોએ તમારે પ્રભુને આ પ્રમાણે બલિ ચડાવવાના છે. આ બધું તમારે દહનબલિ, ધાન્યઅર્પણ, દ્રાક્ષાસવઅર્પણ, સંગતબલિ તથા માનતા અને સ્વૈચ્છિક અર્પણ ઉપરાંત ચડાવવાનાં છે.”


તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.


Lean sinn:

Sanasan


Sanasan