Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુના નિયમ અનુસાર વર્તી નિષ્કલંક જીવન જીવનારાઓને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:1
27 Iomraidhean Croise  

હું પ્રભુના માર્ગમાં ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને હું તેમનાથી વિમુખ ગયો નથી.


“હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો.


યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.


પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક


હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.


ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન રહેનાર પર હું મારી કૃપાદષ્ટિ રાખીશ અને તેમને મારા મહેલમાં વસવા દઈશ. સીધે માર્ગે ચાલનાર માણસો જ મારા રાજકારભારમાં ભાગ લઈ શકશે.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.


પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે.


નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે.


ઈશ્વરની દોરવણીને અભાવે લોકો સ્વેચ્છાચારી બની જાય છે. પરંતુ નિયમશાસ્ત્ર પાળનાર પ્રજા સદા આશિષ પામે છે.


જેથી તેઓ મારાં ફરમાનોનું પાલન કરશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોને આધીન થઇ તેમનો અમલ કરશે. આમ, તેઓ મારી પ્રજા થશે ને હું તેમનો ઈશ્વર થઇશ.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.”


ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!”


હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


Lean sinn:

Sanasan


Sanasan