Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:6
20 Iomraidhean Croise  

તેનું હૃદય અચલ છે, અને તે ભયભીત થતો નથી. અંતે તે પોતાના શત્રુઓનો પરાજય જોશે.


જેના સહાયક યાકોબના આરાધ્ય ઈશ્વર છે, અને જે પોતાના ઈશ્વર પ્રભુ પર આશા રાખે છે તેને ધન્ય છે.


મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


જે ઈશ્વરના સંદેશની હું પ્રશંસા કરું છું, જે પ્રભુના સંદેશની હું પ્રશંસા કરું છું,


તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે?


હે ઈશ્વર, તમારી સમક્ષ માનેલી માનતાઓ હું પાળીશ. હું તમને આભારબલિ ચડાવીશ.


જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે?


મારા શત્રુ નિરંતર મને તેમના શબ્દોથી ચીડવે છે. તેમના સર્વ વિચાર મારું ભૂંડું કરવા અંગેના છે.


પછી જે દિવસે હું તમને પોકારીશ, ત્યારે મારા શત્રુઓ પીછેહઠ કરશે; હું જાણું છું કે ઈશ્વર મારી પડખે છે.


આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો?


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


પરંતુ હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો; તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. તેમની નામોશી કાયમ રહેશે અને કદી ભૂલાશે નહિ.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


એ સાંભળીને શાઉલ અને તેના માણસો ગભરાઈને થરથરી ગયા.


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


Lean sinn:

Sanasan


Sanasan