Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ઈશ્વરના નેકજનોના પડાવોમાં જયજયકારના અને વિજયના પોકારો સંભળાય છે: “પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા તારણના‍ ધ્વનિ [સંભળાય છે] ; યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે, યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:15
21 Iomraidhean Croise  

પ્રભુનાં કાર્યો મહાન છે; તેમનામાં આનંદ પામનાર સૌ તેમનું અયયન કરે છે.


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


મારી આ જીવનયાત્રામાં તમારાં ફરમાન મારાં ગીત બન્યાં છે.


હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો.


અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.


સત્ય, નમ્રતા અને નેકીની રક્ષા માટે તમારા પૂર્ણ પ્રતાપમાં સવાર થઈ વિજયવંત બનો; તમારો જમણો ભૂજ તમને ભવ્ય વિજયો અપાવશે.


હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે.


ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


પરંતુ નેકજનો આનંદ કરે છે; તેઓ ઈશ્વર સમક્ષ હરખાય છે, અને તેઓ આનંદોલ્લાસથી હર્ષનાદ કરે છે.


તમારો ભુજ બળવાન છે, તમારો ડાબો હાથ વિજયી અને જમણો હાથ ઉગામેલો છે.


પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે.


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો;


પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને તે ગર્વિષ્ઠોની યોજનાઓને છિન્‍નભિન્‍ન કરી નાખે છે.


તે પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં લઈ ગયો અને તેમને ખાવાનું આપ્યું. તેણે ઈશ્વરમાં વિશ્વાસ મૂક્યો તેથી તેને તથા તેના કુટુંબને ખૂબ જ આનંદ થયો.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan