Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓએ મધમાખીઓની જેમ મને ઘેરી લીધો હતો; પણ તેઓ સળગેલા કાંટાની જેમ હોલવાઈ ગયા છે; યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:12
18 Iomraidhean Croise  

પણ દુષ્ટો નાખી દેવામાં આવતાં કાંટાળા ઝાંખરાં જેવા છે; ઉઘાડે હાથે તેમને કોઈ પકડી શકતું નથી.


સંકટને સમયે પ્રભુ તમને ઉત્તર આપો; યાકોબના ઈશ્વરનું નામ તમારી રક્ષા કરો.


પછી તો અમે તમારા વિજયને લીધે જય જયકાર કરીશું અને અમે આપણા ઈશ્વરને નામે વિજયપતાકાઓ ફરકાવીશું. પ્રભુ તમારી સર્વ અરજો પરિપૂર્ણ કરો.


દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે.


હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે!


મૂર્ખનું હસવું હાલ્લાં નીચે સળગતા કાંટાના તડતડાટ જેવું છે. તે પણ મિથ્યા છે.


મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું.


તમને ભઠ્ઠીમાંના ચૂનાની જેમ તપાવવામાં આવશે અને સોરી નાખેલા કાંટાની જેમ તમને બાળી નાખવામાં આવશે.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


ત્યારે તે પહાડી પ્રદેશમાં વસનાર અમોરી લોકો તમારી સામે લડવા નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને સેઈરના પહાડી પ્રદેશમાં આવેલા હોર્મા સુધી તમારો સંહાર કર્યો.


દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan