Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 116:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ ભોળાજનોનું રક્ષણ કરે છે; હું બીમારીને લીધે જોખમમાં આવી પડયો ત્યારે તેમણે મને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવા ભોળાનું રક્ષણ કરે છે. હું છેક લાચાર બની ગયો હતો, અને તેમણે મને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 116:6
11 Iomraidhean Croise  

ઈશ્વરે તેમને વારંવાર ઉગાર્યા. પરંતુ તેમણે ઇરાદાપૂર્વક વિદ્રોહ કર્યા કર્યો, અને પોતાની દુષ્ટતામાં વધારે ને વધારે ખૂંપી ગયા.


સહાય માટેના મારા પોકાર પ્રત્યે ધ્યાન આપો; કારણ, મારી ભારે દુર્દશા થઈ છે. મને સતાવનારાઓના હાથમાંથી મને છોડાવો; કારણ, તેઓ મારા કરતાં ઘણા બળવાન છે.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


પ્રામાણિક્તા અને સચ્ચાઈ મારું રક્ષણ કરો; કારણ, હું તમારી આશા રાખું છું.


હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


શુભસંદેશ પ્રત્યેનું તમારું આજ્ઞાપાલન બધા લોકોમાં જાહેર થયું છે, તેથી તમારે વિષે મને આનંદ થાય છે. મારી ઇચ્છા છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની અને ભૂંડી બાબતો વિષે ભોળા રહો.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે.


ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો.


Lean sinn:

Sanasan


Sanasan