Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 116:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હું પ્રભુ પર પ્રેમ રાખું છું; કારણ, તેમણે મારી અરજ સાંભળી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્‍યાં છે. તેથી હું તેમના પર પ્રેમ રાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 116:1
20 Iomraidhean Croise  

તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.


પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ.


તમારા નામ પર પ્રેમ રાખનાર સાથે તમે જે રીતે વર્તો છો તેમ તમે મારા તરફ ફરો અને મારા પર કૃપા કરો.


પ્રભુને ધન્ય હો, કેમ કે તેમણે મારી વિનંતીનો પોકાર સાંભળ્યો છે.


મેં ધીરજથી પ્રભુની વાટ જોઈ; અને તેમણે કાન દઈને મારી વિનંતી સાંભળી.


પ્રભુ ગરીબોનું સાંભળે છે, અને કેદમાં પડેલા પોતાના લોકોને વીસરી જતા નથી.


પ્રભુ પોતે જ આ બધું કરનાર છે એવું તેમણે મને કહ્યું છે. મારા દયની વેદનાને લીધે મારી નિદ્રા ચાલી ગઈ છે.


મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું.


તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં.


પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને કનાનીઓને તેમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયલીઓએ તેમનો અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કર્યો અને તે જગાનું નામ ‘હોર્મા’ (અર્થાત્ વિનાશ) પાડવામાં આવ્યું.


માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”


અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”


ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


હાન્‍નાએ એલીને પૂછયું, “ગુરુજી, તમે મને ઓળખો છો? તમે જે સ્ત્રીને અહીં ઊભી રહીને પ્રાર્થના કરતી જોઈ હતી તે જ હું છું.


Lean sinn:

Sanasan


Sanasan