Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 110:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે દેશો પર ન્યાયશાસન લાવે ત્યારે રણક્ષેત્ર મૃતદેહોથી ઊભરાઈ જશે; અને ધરતીના વિશાળ ક્ષેત્રમાં સેનાપતિઓના પણ ભૂક્કા બોલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી [રણક્ષેત્ર] ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે; અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે, અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 110:6
22 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


સાચે જ, ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં અને પાપમાં રચ્યાપચ્યા રહેનારાની જુલ્ફાંવાળી ખોપરીઓ ભાંગી નાખશે.


પ્રભુ કહે છે, “હું તમારા દુશ્મનોને બાશાનમાંથી પાછા લાવીશ; હું તેમને સમુદ્રના ઊંડાણોમાંથી કાઢી લાવીશ;


તે પ્રભુથી ડરીને ચાલવામાં આનંદ પામશે. તે દેખાવ પરથી ન્યાય કરશે નહિ અથવા સાંભળેલી વાત પર ચુકાદો આપશે નહિ.


તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


તે નિરાશ કે નિરુત્સાહી થયા વિના પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂરના ટાપુઓ તેના શિક્ષણની રાહ જોશે.”


“મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે.


તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.


તું અને તારું સમગ્ર સૈન્ય તથા તારી સાથેની સર્વ પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર સંહાર પામશો. હું તમારા મૃતદેહો શિકારી પક્ષીઓને અને જંગલના પ્રાણીઓને ભક્ષ તરીકે આપી દઈશ.


તે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરશે અને દૂરની તથા નજીકની મહાસત્તાઓનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેનાં હળ બનાવશે અને તેમના ભાલાનાં દાતરડાં બનાવશે. ત્યારે પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચઢશે નહિ અને લડાઈની તૈયારી સુદ્ધાં કરશે નહિ.


તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.


વળી, પિતા પોતે કોઈનો ન્યાય કરતા નથી. તેમણે ન્યાય કરવાનો સર્વ અધિકાર પોતાના પુત્રને સોંપ્યો છે;


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્‍નભિન્‍ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan