Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:7 - પવિત્ર બાઇબલ C.L.

7 કેમ કે પ્રભુ ન્યાયી છે અને તે સદ્વર્તન ચાહે છે; અને સજ્જ્નો તેમના મુખનાં દર્શન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:7
20 Iomraidhean Croise  

તે નેકજનો ઉપરથી પોતાની દષ્ટિ ઉઠાવી લેતા નથી, તે તેમને રાજાઓ સાથે રાજ્યાસન પર બેસાડે છે, અને તેમને હમેશા ઉચ્ચપદે રાખે છે.


પ્રભુ અંધજનોને દેખતા કરે છે; પ્રભુ પતિતોને ઊઠાવે છે; પ્રભુ નેકજનો પર પ્રેમ રાખે છે;


પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ.


તમે તેમને સર્વકાળ માટે આશિષો આપો છો. તમારી ઉપસ્થિતિથી તેમને પરમ આનંદ પમાડો છો.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


તે નેક અને ન્યાયી વર્તન કરનાર લોકોને ચાહે છે, અને પૃથ્વી તેમના પ્રેમથી છલક્ય છે.


નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે;


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


“હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”


તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.


તમારાં વસ્ત્રો બોળ, અગર અને દાલચીનીનાં અત્તરોથી સુવાસિત છે. હાથીદાંતથી સુશોભિત મહેલોમાં તંતુવાદ્યોનું સંગીત તમને આનંદ પમાડે છે.


હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે.


ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે; તે હંમેશા દુષ્ટતાને વખોડે છે.


તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો.


હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે.


પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે.


પ્રભુ કહે છે, “હું ઇન્સાફને ચાહું છું અને જોરજુલમ તથા અન્યાયને ધિક્કારું છું. હું મારા લોકને અચૂક બદલો આપીશ અને તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ.


કારણ, ઈશ્વરની નજર તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિઓ પર છે અને તેમના કાન તેમની પ્રાર્થનાઓ સાંભળે છે; પણ તે દુષ્ટોની વિરુદ્ધ છે.


પ્રિયજનો, આપણે ઈશ્વરનાં સંતાન છીએ પણ આપણે કેવાં બનીશું તે હજી સ્પષ્ટ નથી. પણ જ્યારે ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવાં બનીશું. કારણ, તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું.


તેઓ તેમનું મુખ જોશે. લોકોના કપાળે તેમનું નામ લખેલું હશે.


Lean sinn:

Sanasan


Sanasan