Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુ નેકજનોની પારખ કરે છે; પરંતુ દુષ્ટોને અને હિંસાખોરોને દયપૂર્વક ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યહોવા ન્યાયીઓને પારખે છે; ‍ પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:5
19 Iomraidhean Croise  

થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”


દુષ્ટ પોતાની બૂરી આકાંક્ષાની બડાશ મારે છે; લોભી માણસ પ્રભુની નિંદા કરીને તેમનો નકાર કરે છે.


હે પ્રભુ, તમે મારી પારખ કરી છે; અને તમે મને પૂરેપૂરો ઓળખો છો.


તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી.


તમારો ભૂજ તમારા સર્વ શત્રુઓને પકડી પાડશે; તમારો જમણો હાથ તમારા દ્વેષીઓને શોધી કાઢશે.


હે પ્રભુ, મારી પારખ કરો અને મને ક્સી જુઓ;


તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો.


તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો.


મારા વારસા સમી મારી પ્રજાએ જંગલમાંના સિંહની જેમ મારી વિરુદ્ધ ગરજીને મને પડકાર્યો છે. તેથી હું તેને ધિક્કારું છું.


હે સેનાધિપતિ પ્રભુ, તમે પારખ કરો છો, અને માણસોનાં અંત:કરણના છુપા ઈરાદાઓ અને દયના વિચારો જાણો છો, તેથી મેં તમને મારો દાવો સોંપ્યો છે. તમે તેમના પર જે બદલો લો તે મને જોવા દો.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


રૂપાને ગાળીને શુદ્ધ કરનારની જેમ તે ન્યાય કરવા આવનાર છે. સુવર્ણકાર જેમ સોનારૂપાને ગાળીને શુદ્ધ કરે છે, તેમ પ્રભુનો સંદેશક યજ્ઞકારોને શુદ્ધ કરશે, એ માટે કે તેઓ પ્રભુ સમક્ષ યોગ્ય પ્રકારનાં અર્પણ લાવે.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


પ્રિયજનો, તમારા પર દુ:ખદાયક ક્સોટીઓ આવી પડે ત્યારે કંઈક અસામાન્ય બની રહ્યું હોય તેમ આશ્ર્વર્ય પામશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan