Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે, પ્રભુનું રાજ્યાસન સ્વર્ગમાં છે; તેમની આંખો માનવજાતને નિહાળે છે, તે એક પલકારામાં તેમને પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવા પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાનું રાજ્યાસન આકાશમાં છે; તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમનાં પોપચાં પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:4
28 Iomraidhean Croise  

મેં ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારથી આજ સુધી હું ક્યારેય કોઈ મંદિરમાં રહ્યો નથી; હું તો એક તંબૂમાંથી બીજા તંબૂમાં વિવિધ સ્થળે ફરતો રહ્યો છું.


પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.”


ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


પ્રભુએ આકાશમાં પોતાનું રાજ્યાસન સ્થાપ્યું છે; તેમનો રાજ્યાધિકાર સમગ્ર વિશ્વ પર છે.


આપણા ઈશ્વર પ્રભુ સમાન કોણ છે? તે ઉચ્ચસ્થાન પર બિરાજમાન છે.


હે ઈશ્વર, મને પારખો અને મારા દયને ઓળખો, મને બારીકાઈથી ચક્સો અને મારા વિચારોને જાણો.


કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને પ્રભુ સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે.


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને મેં મારા ઈશ્વરને યાચના કરી; તેમણે પોતાના મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી. પ્રભુનું સામર્થ્ય


સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે.


પ્રભુ સ્વર્ગમાંથી નીચે જુએ છે તે સર્વ મનુષ્યોને નિહાળે છે.


તો તો તમે તે શોધી ન કાઢો? કારણ, તમે તો દયના ગુપ્ત વિચારો પણ જાણો છો.


તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે, તેમની આંખો રાષ્ટ્રોની તપાસ રાખે છે; તેથી તેમની સામે કોઈ વિદ્રોહી ઊભા ન થાય!(સેલાહ)


સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો.


પ્રભુની દષ્ટિ સર્વત્ર છે, તે ભલા અને ભૂંડાજનો પર લક્ષ રાખે છે.


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.


હે સર્વ પ્રજાઓ, સાંભળો, પૃથ્વીના સર્વ રહેવાસીઓ આ વાત પર કાન દો. પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ જુબાની આપશે. સાંભળો, તે પોતાના પવિત્ર મંદિરમાંથી બોલે છે.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


તે જ પ્રમાણે મંદિરના સમ ખાનાર મંદિરના અને મંદિરમાં વાસો કરનાર જીવંત ઈશ્વરના સોગન ખાય છે.


પણ હવે હું તમને કહું છું: જ્યારે તમે માનતા લો ત્યારે સોંગદ ખાશો નહિ. આકાશના સોંગદ નહિ, કારણ, તે ઈશ્વરનું રાજ્યાસન છે;


‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજયાસન છે, અને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે માટે કેવું ઘર બાંધશો? મારે માટે આરામ કરવાનું સ્થળ કયાં છે?


માણસો જેનું ભજન કરે છે અને જેને દેવ માને છે તે સર્વનો તે દુષ્ટ વ્યક્તિ નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે, અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે.


ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે.


તરત જ પવિત્ર આત્માએ મારો કબજો લીધો. ત્યાં સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને તેના પર કોઈ બિરાજમાન હતા.


Lean sinn:

Sanasan


Sanasan