Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ, તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે. તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 11:2
18 Iomraidhean Croise  

અહંકારી દુષ્ટો ગરીબોને ખૂબ સતાવે છે; દુષ્ટોના પ્રપંચમાં ગરીબો ફસાઈ જાય છે.


હે પ્રભુ, ભલા માણસોનું તથા સરળ જનોનું ભલું કરજો.


મારો આત્મા હતાશ થઈ જાય ત્યારે તમે મને માર્ગદર્શન આપો છો; મારા શત્રુઓએ તો મારા માર્ગમાં મારે માટે ફાંદા સંતાડયા છે.


તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે.


હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો.


દુષ્ટોએ પોતાની તલવારો તાણી છે, અને પોતાનાં ધનુષ્યો ખેંચ્યા છે; જેથી તેઓ પીડિતજનોને અને ગરીબોને મારી નાખે, અને સદાચારીઓનો સંહાર કરે.


નેકજનો પ્રભુમાં આનંદ કરશે અને તેમનો આશરો લેશે, સર્વ સરળજનો પ્રભુનો જયજયકાર કરશે.


ઈશ્વર તો મારે માટે રક્ષણ કરનારી ઢાલ સમા છે; તે નિખાલસ દયવાળાઓને બચાવે છે.


જો દુષ્ટો પાપથી વિમુખ નહિ થાય, તો ઈશ્વર પોતાની તલવાર ઘસીને ધારદાર બનાવશે. તેમણે પણછ ખેંચીને પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું છે.


ન્યાયાલયોમાં ફરીથી ઇન્સાફ સાંપડશે, અને સર્વ સરળ જનો તેને અનુસરશે.


ઈશ્વરની ભલાઈ નેકજનો પર પ્રકાશની જેમ ચમકે છે અને સરળ દયના લોકો આનંદ કરે છે.


તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે.


અને ઈસુની છળકપટથી ધરપકડ કરી તેમને મારી નાખવા યોજના ઘડી કાઢી.


તેણે મનમાં કહ્યું, “હું મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવીશ, તે તેને ફસાવશે અને તે પલિસ્તીઓને હાથે માર્યો જશે.” તેથી શાઉલે બીજીવાર દાવિદને કહ્યું, “તું મારો જમાઈ થશે.”


શાઉલ તેના પર હુમલો કરવાની પેરવી કરે છે એવું સાંભળીને દાવિદે અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “એફોદ અહીં લાવ.”


Lean sinn:

Sanasan


Sanasan