Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 108:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અમને પ્રત્યુત્તર આપો, અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો; જેથી અમે તમારાં પ્રિયજનો ઊગરી જઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમારા પ્રિય જનોનો છૂટકો થાય, માટે તમારા જમણા હાથથી તેમનું તારણ કરીને અમને ઉત્તર અપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 108:6
22 Iomraidhean Croise  

પ્રભુએ નાથાન સંદેશવાહક દ્વારા આપેલી સૂચના પ્રમાણે તેણે તેનું નામ યદીદયા, એટલે ‘યાહનો વહાલો’ પાડયું.


પછી બઆલના સંદેશવાહકો તેમના દેવની પ્રાર્થના કરે અને હું યાહવેને નામે પ્રાર્થના કરીશ, અને જે અગ્નિ મોકલીને જવાબ આપે એ જ સાચા ઈશ્વર.” ત્યારે લોકોએ બુલંદ અવાજે પોતાની સંમતિ દર્શાવી.


તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ.


બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


હે ઈશ્વર, તમારી નામનાને લીધે મને બચાવો; તમારા સમર્થન વડે મને ન્યાય અપાવો.


મારા શત્રુઓએ મારા પગ ફસાવવા માટે જાળ બિછાવી છે, અને હું પડી ગયો છું. તેમણે મારા માર્ગમાં ખાડો ખોદ્યો, પરંતુ તેઓ પોતે જ તેમાં ગબડી પડયા છે. (સેલાહ)


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


માટે તમે જેઓ ઈશ્વરને પ્રિય છો અને જેમને પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે, તેવા તમ રોમમાં રહેનારાઓને હું લખું છું. ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.”


તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan