Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 108:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ઈશ્વર અમારા પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું. તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 108:13
13 Iomraidhean Croise  

હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


પ્રભુ મારા સંરક્ષક ખડક છે, તેમને ધન્ય હો! તે મારા હાથને યુદ્ધની અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.


હું શત્રુઓના ચૂરેચૂરા કરી તેમને પવનથી ઊડી જાય તેવી ધૂળ જેવા બનાવી દઉં છું. એથી વિશેષ, હું તેમને રસ્તા પરના કીચડની જેમ ખૂંદું છું.


ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


“મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે.


ઈશ્વર, જે શાંતિનું મૂળ છે, તે ટૂંક સમયમાં શેતાનને તમારા પગ તળે છૂંદી નાખશે.


પણ હું જે કંઈ છું તે ઈશ્વરની કૃપાથી છું, અને તેમણે મારા પર કરેલી કૃપા નિરર્થક ગઈ નથી. એનાથી તો બીજા બધા પ્રેષિતો કરતાં મેં સખત પરિશ્રમ કર્યો છે. જોકે હકીક્તમાં તો એ ક્મ મેં નથી કર્યું, પણ મારી સાથે કાર્ય કરનાર ઈશ્વરની કૃપાથી એ બન્યું છે.


પણ ઈશ્વરનો આભાર માનો; કારણ, ખ્રિસ્તમાં મેળવાયા હોવાથી ઈશ્વર આપણને હંમેશાં ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. ખ્રિસ્ત વિષેનું જ્ઞાન સુગંધરૂપે સર્વત્ર ફેલાઈ જાય માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે.


તે તેમના પર ઝનૂનથી ત્રાટક્યો અને તેમનામાંથી ઘણાનો સંહાર કર્યો. પછી તે ત્યાંથી એટામના ખડકની ગુફામાં જઈને રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan