Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 108:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે ઈશ્વર, શું તમે સાચે જ અમારો ત્યાગ કર્યો છે? શું તમે અમારાં સૈન્યો સાથે કૂચ કરવાના નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? હે ઈશ્વર, તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 108:11
9 Iomraidhean Croise  

ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.”


આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


યહઝિયેલે કહ્યું, “હે યહોશાફાટ રાજા તથા યહૂદિયા અને યરુશાલેમના લોકો, પ્રભુ કહે છે કે આ મોટા સૈન્યથી તમારે બીવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. એ લડાઈ તમારે નહિ, પણ ઈશ્વરે લડવાની છે.


પણ હવે તમે અમને અવગણ્યા છે,અને પરાજયથી લજ્જિત થવા દીધા છે; અને હવે તમે અમારાં સૈન્યો સાથે બહાર આવતા નથી.


તમારા દેશમાં તમારી ઉપર દુશ્મન ચઢી આવે અને તમે તેમની સામે લડવા જાઓ ત્યારે તમારે રણશિંગડાં વગાડીને યુધની જાહેરાત કરવી. તેથી હું પ્રભુ તમારો ઈશ્વર તમને સંભારીને સહાય કરીશ અને તમારા દુશ્મનોથી તમને બચાવી લઈશ.


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan