Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 107:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કેટલાક રણપ્રદેશમાં પંથહીન ઉજ્જડ જગાઓમાં ભટક્તા હતા અને વસવાટવાળા કોઈ નગરનો માર્ગ તેમને જડતો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા; તેઓને વસવાનું શહેર મળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 107:4
11 Iomraidhean Croise  

તે દેશના નેતાઓની બુદ્ધિ હરી લે છે અને તેમને પંથહીન વેરાન પ્રદેશોમાં ભટકાવે છે.


ત્યારે ઈશ્વર તેમના જુલમગારો પ્રત્યે ઘૃણા દાખવે છે, અને જુલમીઓને પંથહીન વેરાનપ્રદેશમાં ભટકાવે છે;


જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


મારાં ઘેટાં ઊંચા ડુંગરો પર ને પહાડો પર ભટકી ગયાં છે. તેઓ પૃથ્વીના પટ પર બધા દેશોમાં વિખેરાઇ ગયાં છે, કોઇએ તેમની શોધ કરી નથી કે કોઇએ તેમને ખોળવાનો પ્રયત્ન કર્યો નથી.


તમારા છેલ્લા માણસની લાશ પડે નહિ ત્યાં સુધી એટલે ચાળીસ વર્ષ સુધી તમારાં વંશવારસો આ રણપ્રદેશમાં ભટકશે ને તમારી બેવફાઈની સજા ભોગવશે.


પ્રભુનો કોપ ઇઝરાયલીઓ ઉપર સળગી ઊઠયો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી ચાલીસ વર્ષ તેમને વેરાનપ્રદેશમાં રઝળપાટ કરાવી.


‘પ્રભુએ રણમાં, વેરાન અને વિકટ પ્રદેશમાં તેમનું પોષણ કર્યું, તેમણે ચોતરફથી રક્ષણ કર્યું અને સંભાળ લીધી. પોતાની આંખની કીકીની જેમ તેમનું જતન કર્યું.


તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે;


આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા.


ઈશ્વરે રણપ્રદેશમાં તૈયાર કરી રાખેલી જગ્યામાં તે સ્ત્રી નાસી ગઈ. ત્યાં બારસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan