Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 107:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ દ્વારા મુક્ત કરાયેલા જનો એ પ્રમાણે કહો; કારણ, તેમણે તમને શત્રુના હાથમાંથી છોડાવ્યા છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ, કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 107:2
20 Iomraidhean Croise  

ઈશ્વરે તેમને દ્વેષીઓના હાથમાંથી બચાવ્યા, અને શત્રુઓના હાથમાંથી તેમને મુક્ત કર્યા.


એકમાત્ર તે જ ઇઝરાયલી લોકને તેમનાં સર્વ પાપમાંથી ઉગારશે.


તમારા હાથમાં મારો આત્મા સોંપું છું; હે પ્રભુ, વિશ્વાસુ ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કરો.


હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.


માત્ર ઉદ્ધાર પામેલાઓ જ એ માર્ગ પર ચાલશે; પ્રભુએ જેમને છોડાવ્યા છે તેઓ એ માર્ગે પાછા ઘેર આવશે.


પણ હવે હે યાકોબ, ઓ ઇઝરાયલ, તારા સર્જનહાર તથા તને ઘડનાર પ્રભુ આમ કહે છે; “તું બીશ નહિ; કારણ, મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે; તું મારો છે.


મેં વાદળની જેમ તારાં પાપ અને સવારના ધૂમ્મસની જેમ તારા અપરાધ ભૂંસી નાખ્યાં છે. મારી તરફ પાછો ફર; કારણ મેં તારો ઉદ્ધાર કર્યો છે.”


તમે “ઈશ્વરના પવિત્ર લોક” અને “પ્રભુએ જેમનો ઉદ્ધાર કર્યો છે તેવા લોક” કહેવાશો. યરુશાલેમ તો “ઝંખેલી નગરી” અને “વણતજાયેલી નગરી” કહેવાશે.


કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો.


દુષ્ટ લોકોના સકંજામાંથી હું તને છીનવી લઈશ અને ઘાતકી લોકોની પકડમાંથી હું તને મુક્ત કરીશ.”


સાચે જ પ્રભુએ યાકોબના વંશજોને મુક્ત કર્યા છે અને તેમના કરતાં બળવાન પ્રજાના હાથમાંથી તેમનો ઉદ્ધાર કર્યો છે.


હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે.


જેથી આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે તેમની સમક્ષ પવિત્ર અને સદાચારી રહીએ,


પણ અમને આશા હતી કે તે ઇઝરાયલના મુક્તિદાતા બનશે. એ સર્વ ઉપરાંત એ બધું બન્યાને આજે ત્રીજો દિવસ થયો છે.


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


યાદ રાખો કે તમે પણ એક વેળાએ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને મુક્ત કર્યા હતા; અને એટલે જ હું તમને આજે આ આજ્ઞા આપું છું.


પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


Lean sinn:

Sanasan


Sanasan