Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 107:11 - પવિત્ર બાઇબલ C.L.

11 કારણ, તેમણે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો, અને સર્વોચ્ચ ઈશ્વરની શિખામણોની ઘૃણા કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જેઓ અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા અને આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 107:11
23 Iomraidhean Croise  

પ્રભુએ મનાશ્શા અને તેના લોકોને ચેતવણી આપી, પણ તેમણે તે તરફ દુર્લક્ષ સેવ્યું.


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


ઈશ્વરે તેમને વારંવાર ઉગાર્યા. પરંતુ તેમણે ઇરાદાપૂર્વક વિદ્રોહ કર્યા કર્યો, અને પોતાની દુષ્ટતામાં વધારે ને વધારે ખૂંપી ગયા.


અમારા પૂર્વજો ઇજિપ્ત દેશમાં હતા, ત્યારે તેઓ તમારાં અજાયબ કાર્યો સમજ્યા નહિ; તમારા અપાર પ્રેમને તેમણે યાદ રાખ્યો નહિ. પરંતુ સૂફ સમુદ્ર પાસે તેમણે સર્વોચ્ચ ઈશ્વર સામે વિદ્રોહ કર્યો.


તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે.


તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.


ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે.


તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.


તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા!


મારી સર્વ સલાહની તમે અવગણના કરી છે, અને તમને સુધારવા માટેનો મારો ઠપકો નકાર્યો છે.


તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”


“તેં અમને હમણાં યાહવેને નામે જે સંદેશ આપ્યો છે તે અમે માનવાના નથી. એને બદલે, અમે લીધેલી માનતાઓ અમે ચુસ્તપણે પાળીશું. અમે ‘આકાશની રાણી’ નામે અમારી દેવીને ધૂપ ચડાવીશું અને તેની આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડીશું.


આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.


પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તો યોહાનથી બાપ્તિસ્મા લેવાની ના પાડી ને તેમના માટેના ઈશ્વરના હેતુનો ઇનકાર કર્યો.


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan