Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 106:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રામાણિકપણે વર્તન કરનારને અને સર્વસમધ્યે નેકી પ્રમાણે ચાલનારને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 106:3
29 Iomraidhean Croise  

તમારાં નેક ધારાધોરણ અનુસરવા મેં ગંભીર પ્રતિજ્ઞા લીધી છે; તે પાળવા હું ખંતથી યત્ન કરીશ.


તમારા આદેશો પાળવા તરફ મેં મારું મન વાળ્યું છે; તેઓ તો સદાનો અફર પુરસ્કાર છે.


તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે.


હું સદાસર્વદા તમારો નિયમ નિરંતર પાળીશ.


જેની ચાલચલગત સીધી છે, જે હંમેશા નેકી આચરે છે, અને જે દયપૂર્વક સત્ય બોલે છે,


મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો.


તમે સચ્ચાઈથી વર્તવામાં આનંદ માણનારા અને તમારે ચીંધેલા રસ્તે ચાલવાનું યાદ રાખનારાઓની વહારે આવો છો. પણ અમે તો પાપ કર્યું અને અમારા પાપાચારમાં લાંબી મુદ્દત જારી રહ્યા હોવાથી તમે કોપાયમાન થયા. પછી અમે કેવી રીતે બચી શકીએ?


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તે છે તે જ મારો ભાઈ કે મારી બહેન કે મારાં મા છે.”


પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.”


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!


મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો.


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે.


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


“એ માટે તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખો અને તેમનાં ફરમાનો, હુકમો, આદેશો તથા આજ્ઞાઓનું હરહંમેશ પાલન કરો.


‘તમે ચોરી ન કરો.


પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની સમક્ષ ઊભા રહીને તેમની રાતદિવસ સેવા કરે છે. રાજ્યાસન પર બિરાજનાર પોતાની હાજરીથી તેમનું રક્ષણ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan