Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે પૃથ્વીને તેના પાયાઓ પર સ્થાપી છે; જેથી તે કદીયે વિચલિત થાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેમણે નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે, જેથી તે કદી ચલિત થાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:5
14 Iomraidhean Croise  

ઈશ્વર ઉત્તરદિશાને અવકાશમાં વિસ્તારે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશમાં લટકાવે છે.


તમે તમારા લોક પ્રત્યે પેઢી દર પેઢી વિશ્વાસુ રહો છો. તમે પૃથ્વીને તેની ભ્રમણકક્ષામાં સ્થાપી છે અને તેમાં તે જળવાઈ રહે છે.


તેમણે ઊંડી જળરાશિ પર પૃથ્વીને સ્થાપી છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


તેમણે પૃથ્વીની નીચેના જળનિધિનો પાયો નાખ્યો, અને તેની નીચેના જળપ્રવાહો પર તેને સ્થાપી.


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ.


સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે.


સમુદ્રો તેમની મર્યાદા ઓળંગે નહિ તે માટે ઈશ્વરે સમુદ્રોની સીમા ઠરાવી ત્યારે, અને તેમણે પૃથ્વીના પાયા આંકયા ત્યારેય એક કુશળ સ્થપતિ તરીકે હું તેમની સાથે હતું. હું પ્રતિદિન તેમને પ્રસન્‍ન રાખતું અને સદા તેમની સમક્ષ આનંદ માણતું.


એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. છતાં પૃથ્વી તો સદા એવીને એવી જ રહે છે.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


કાગળનો વીંટો લપેટાતો જતો હોય તેમ આકાશ અદૃશ્ય થયું અને બધા પર્વત અને ટાપુ પોતાને સ્થાનેથી ખસેડાઈ ગયા.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan