Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:21 - પવિત્ર બાઇબલ C.L.

21 સિંહનાં બચ્ચાં શિકાર મેળવવા ગર્જે છે; તેઓ ઈશ્વર પાસે પોતાનો આહાર માગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 સિંહનાં બચ્ચાં શિકાર મેળવવાને ગર્જે છે, તેઓ ઈશ્વર પાસે પોતાનો ખોરાક માગે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે; તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:21
11 Iomraidhean Croise  

જ્યારે સિંહણનાં બચ્ચાં બોડમાં પડયાં હોય, અને શિકારની વાટ જોતાં ગુફામાં છૂપાયાં હોય, ત્યારે શું તું સિંહણ માટે શિકાર શોધી શકે,અને તેનાં બચ્ચાંની ભૂખ સંતોષી શકે?


જ્યારે કાગડાનાં બચ્ચાં ઈશ્વર સમક્ષ ખોરાક માટે પોકાર કરે અને કાગડા ખોરાક શોધવા આમતેમ ઊડતા હોય, ત્યારે કોણ તેમને શિકાર પૂરો પાડે છે?


સૌ સજીવો તમારા પર મીટ માંડે છે, અને યોગ્ય સમયે તમે તેમને આહાર આપો છો.


તે ઢોરોને તેમ જ ખોરાક માટે પોકારતા કાગડાંનાં બચ્ચાને પણ ખોરાક પૂરો પાડે છે.


યુવાન સિંહોને પણ ખોરાકના અભાવે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પ્રભુના ભક્તોને તો કોઈ સારાં વાનાંની અછત પડશે નહિ.


પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ.


પશુઓ ત્રાસ પામી ભાંભરે છે, કારણ, તેમને માટે ચારો નથી; ઘેટાંનાં ટોળાં પણ સહન કરી રહ્યાં છે.


વન્યપશુઓ પણ તમને હાંક મારે છે. કારણ, ઝરણાં સુકાઈ ગયાં છે.


પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે.


શિકાર મળ્યો ન હોય તે સિવાય સિંહ વનમાં ગર્જના કરે? કંઈક શિકાર પકડાયો ન હોય તે વગર સિંહનું બચ્ચું બોડમાં ધૂરકે?


Lean sinn:

Sanasan


Sanasan