Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 104:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તમે પશુઓને માટે ઘાસ, અને મનુષ્યો માટે તેમણે રોપેલા છોડ ઉગાડો છો; જેથી તેઓ ધરતીમાંથી આહાર મેળવી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે; એમ ભૂમિમાંથી તે અન્‍ન નિપજાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 104:14
18 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઊગ્યાં નહોતાં. કારણ, ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું.


તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યાં. બાગની વચમાં જીવનદાયક વૃક્ષ તેમજ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષ પણ ઉગાવ્યાં.


જમીન તારે માટે કાંટા અને ઝાંખરાં ઉગાડશે અને વનવગડાના છોડ તારો ખોરાક થઈ પડશે.


હવે પછી તું જ્યારે ખેતી કરશે ત્યારે જમીનમાંથી કંઈ પાકશે નહિ અને તું નિર્વાસિત જેવો આ પૃથ્વી પર આમતેમ ભટક્તો ફરીશ.”


પહેલાં જેમ મેં તમને લીલાં શાકભાજી ખોરાક તરીકે આપ્યાં હતાં તેમ હવે પૃથ્વી પર હાલતાંચાલતાં બધાં પ્રાણી તમારો ખોરાક થશે.


આહાબે ઓબાદ્યાને કહ્યું, “ચાલ, આપણે પ્રત્યેક ઝરણે અને દેશમાં નદીઓનાં મેદાનોમાં ફરી વળીએ અને જોઈએ કે ઘોડા અને ગધેડાંને જીવતા રાખવા પૂરતું ઘાસ મળે તેમ છે કે નહિ, તેથી કદાચ આપણાં કોઈ પ્રાણીઓને મારી નાખવાનો વારો આવે નહિ.”


ધરતીમાંથી અન્‍ન ઊપજે છે, પણ તેના પેટાળમાં બધું અગ્નિમાં ખદબદે છે.


તથા સૂકી અને તરસી ભૂમિ તૃપ્ત થાય, અને ભૂમિ લીલું ઘાસ ઉગાડે?


તે સર્વ જનજનાવરને આહાર આપે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


તેથી જ્યારે ઘાસ કપાય અને તેને સ્થાને કુમળું ઘાસ ફૂટી નીકળે અને ટેકરીઓના ઢોળાવ પરનો ઘાસચારો એકઠો કરી લેવામાં આવે,


પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે.


હકીક્તમાં તો રોપનાર કે પાનારનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ તો ઈશ્વરનું છે. કારણ, તે જ વૃદ્ધિ આપે છે. રોપનાર અને પાનાર વચ્ચે કંઈ તફાવત નથી.


તે તમારાં ઢોરઢાંક માટે ખેતરોમાં ઘાસ પણ ઉગાવશે. તમે ખાઈને તૃપ્તિ પામો,


Lean sinn:

Sanasan


Sanasan