Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 103:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તે તારાં બધાં પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે; અને તારાં સર્વ રોગ મટાડે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 103:3
27 Iomraidhean Croise  

દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ.


પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે.


એકમાત્ર તે જ ઇઝરાયલી લોકને તેમનાં સર્વ પાપમાંથી ઉગારશે.


તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે.


હે પ્રભુ, મારા ઈશ્વર, મેં તમને અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.


તેઓ કહે છે, “તેના પર જાદુનો જીવલેણ મંત્ર નંખાયો છે. તે માંદગીની પથારીમાંથી પાછો ઊઠવાનો નથી.”


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


હું હજારો પેઢીઓ સુધી મારું વચન પાળનાર અને દુષ્ટતા તથા પાપની માફી આપનાર છું. છતાં માતપિતાનાં પાપોને લીધે ત્રીજીચોથી પેઢી સુધી સંતાનોનાં સંતાનોને શિક્ષા કરું છું.”


આપણા દેશનો કોઈ રહેવાસી પોતે બીમાર છે એવી ફરિયાદ કરશે નહિ અને ત્યાં વસતા સઘળા લોકોનાં બધાં પાપ માફ કરાશે.


તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.


છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં.


પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.


“હે પ્રભુ, મને સાજો કરો તો હું સાજો થઈશ. મને ઉગારો, તો હું ઉગરી જઈશ; કેમકે હું માત્ર તમારી જ સ્તુતિ કરું છું.


તેથી મોશેએ પ્રભુને આજીજી કરી, “હે ઈશ્વર, તેને સાજી કરો.”


ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”


ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે;


વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે.


Lean sinn:

Sanasan


Sanasan