Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કપાયેલા ઘાસની જેમ મારું હૃદય સુકાઈ ગયું છે; મને તો ભોજન કરવાનીય રુચિ રહી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું તથા ચીમળાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે; તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:4
21 Iomraidhean Croise  

તેના રાજદરબારીઓએ તેની પાસે જઈને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે ઇનકાર કર્યો અને તેમની સાથે કંઇ ખાધું નહિ.


ત્યાર પછી તે ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનના નિવાસખંડમાં ગયો. ત્યાં તેણે દેશ- નિકાલમાંથી આવેલા ઇઝરાયલીઓના પાપને લીધે શોક કર્યો. તેણે કંઈ ખાધુંપીધું નહિ.


“મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ.


મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે.


તેને ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે, અને સ્વાદિષ્ટ વાનગી માટે પણ તેને નફરત થાય છે.


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું.


તમારા રોષ અને ક્રોધને લીધે તમે મને ઊંચકીને ફગાવી દીધો છે; તેથી હું રોટલીની જેમ રાખ ખાઉં છું, અને મારાં આંસુ પીવાના પ્યાલામાં પડે છે.


કારણ કે તેઓ થોડીવારમાં ઘાસની જેમ સુકાઈ જશે, અને લીલોતરીની જેમ ચીમળાઈ જશે.


હે ઈશ્વર, મારો પ્રાણ ઉદાસ થયો છે, તેથી યર્દનના પ્રદેશથી અને હેર્મોન શિખરોની હારમાળાઓથી તથા મિસાર ડુંગર પરથી હું તમારું સ્મરણ કરું છું.


મારા વૈરીઓની નિંદાથી મારું હૃદય હતાશ થઈ ભાંગી પડયું છે. મેં સહાનુભૂતિની આશા રાખી, પણ તે મળી નહિ, અને સાંત્વન દેનારની પ્રતીક્ષા કરી, પણ કોઈ મળ્યું નહિ.


ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં હું ઊંડા નિસાસા નાખું છું; મનોમંથન કરતાં મારો આત્મા બેહોશ બની જાય છે. (સેલાહ)


પ્રભુની ફૂંકમાત્રથી ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. સાચે જ માનવજાત ઘાસ સમાન ક્ષણિક છે.


પોતાનાં તીરથી તે મારા અભ્યંતરને છેદી નાખે છે.


હું નિરંતર એના વિચાર કરું છું, તેથી મારો આત્મા હતાશ થઈ ગયો છે.


ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan