Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:15 - પવિત્ર બાઇબલ C.L.

15-16 જ્યારે પ્રભુ સિયોનનગરને ફરીથી બાંધશે ત્યારે તેમનું ગૌરવ પ્રગટ થશે; ત્યારે દેશો યાહવેના નામથી અને પૃથ્વીના સર્વ રાજાઓ તેમના ગૌરવથી ભયભીત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વિદેશીઓ યહોવાના નામથી, તથા પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવથી બીશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે, અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:15
14 Iomraidhean Croise  

તો તમે તેની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના બધા લોકો તમારો પરિચય પામે અને તમારા લોક ઇઝરાયલની જેમ તેઓ પણ તમને આધીન થાય. ત્યારે તેઓ જાણશે કે મેં બાંધેલું આ મંદિર જ તમારે નામે તમારી ભક્તિ કરવાનું સ્થાન છે.


એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ.


મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”


હે પ્રભુ, પૃથ્વીના સર્વ રાજાઓ તમારા મુખના શબ્દો સાંભળશે, ત્યારે તેઓ તમારી સ્તુતિ કરશે.


સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.


હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે.


જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


દુનિયાના લોકો તેના પ્રકાશમાં ફરશે અને પૃથ્વીના રાજાઓ તેમની સંપત્તિ તેમાં લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan