Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમે સિયોન પર દયા દાખવવા ઊભા થશો; તેના પર કરુણા કરવાનો સમય, એટલે નિર્ધારિત સમય આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમે સિયોન પર દયા કરશો; તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. તેના પર દયા કરવાનો સમય, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો. તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:13
26 Iomraidhean Croise  

હે યાહવે, તમારું નામ સાર્વકાલિક છે; તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકે છે.


ઊઠો, અમારી વહારે આવો; તમારા પ્રેમને લીધે અમને ઉગારો.


તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો,


હે પ્રભુ, તમે તમારા ક્રોધમાં ઊઠો. મારા શત્રુઓના રોષનો પ્રતિકાર કરો, મારે માટે જાગ્રત થાઓ, અને મને ન્યાય અપાવો.


ઈશ્વર કહે છે, “નિર્ધારિત સમયે હું ન્યાય માટે સૌને બોલાવીશ અને નિષ્યક્ષપાતપણે ન્યાય કરીશ.


પર્વતો ઉત્પન્‍ન થયા તે પહેલાં અરે, તમે વિશ્વ તથા પૃથ્વી રચ્યાં તે પહેલાં; એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી, તમે સાર્વકાલિક ઈશ્વર છો.


હે પ્રભુ, તમારા શત્રુઓ અચૂક નાશ પામશે; સર્વ ભ્રષ્ટાચારીઓ પરાજયથી વેરવિખેર થઈ જશે.


તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે.


પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


યરુશાલેમના લોકોને હેતથી સમજાવો કે, ‘હવે તમારા દુ:ખના દિવસ પૂરા થયા છે. તમારા પાપનું ઋણ ચૂકવાઈ ગયું છે. કારણ, ઈશ્વરે તમને તમારાં બધાં પાપની બમણી શિક્ષા કરી છે.’


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’


તેણે જવાબ આપ્યો, “હે દાનિયેલ, તું તારે હવે જા. કારણ, અંતના સમય સુધી આ વાતો ગૂઢ અને ગુપ્ત રાખવાની છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સમય અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે; એ ક્યારે બનશે તે જાણવાનું ક્મ તમારું નથી.


પણ નિયત સમયે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યા. તે સ્ત્રીથી જનમ્યા, અને યહૂદી તરીકે જનમ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા;


કારણ, એ રીતે ઈશ્વરના એ દિવસની રાહ જોતાં તમે એ જલદી આવે તેમ કરો છો. એ દિવસે આકાશ અગ્નિથી બળીને અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો ગરમીથી પીગળી જશે.


પણ પ્રિયજનો, આ એક વાત ભૂલી જશો નહિ. પ્રભુની દૃષ્ટિમાં એક દિવસ એક હજાર વર્ષ જેવો છે અને હજાર વર્ષ એક દિવસ જેવાં છે. તેમને મન તો બંને સરખાં છે.


Lean sinn:

Sanasan


Sanasan