Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 101:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 101:2
22 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


અને તે વૃદ્ધ થયો તેટલા સમયમાં તો તેઓ તેને વિદેશી દેવતાઓની ભક્તિ તરફ વાળી ગઈ. તેના પિતા દાવિદની જેમ તે તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન રહ્યો નહિ.


જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ,


જો કે આસાએ દેશમાં પૂજાનાં તમામ ઉચ્ચસ્થાનો દૂર કર્યાં નહોતાં, પણ જીવનભર તેણે પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવી.


પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન રહેનાર પર હું મારી કૃપાદષ્ટિ રાખીશ અને તેમને મારા મહેલમાં વસવા દઈશ. સીધે માર્ગે ચાલનાર માણસો જ મારા રાજકારભારમાં ભાગ લઈ શકશે.


તમારાં નેક ધારાધોરણ અનુસરવા મેં ગંભીર પ્રતિજ્ઞા લીધી છે; તે પાળવા હું ખંતથી યત્ન કરીશ.


હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું.


પરંતુ મારું વર્તન દોષરહિત રહેશે; મારા પર દયા દર્શાવીને મને છોડાવી લો.


હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


“હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.


તમે તમારાં સંતાનોને તે ખંતથી શીખવો, અને જ્યારે તમે ઘેર હો કે મુસાફરીએ હો; જ્યારે તમે આરામ લેતા હો કે કામ કરતા હો ત્યારે તેમનું હરહંમેશ રટણ કરો.


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


અહિમેલેખે જવાબ આપ્યો, “દાવિદ તમારો સૌથી વિશ્વાસુ અમલદાર છે. તે તમારો જમાઈ અને તમારા અંગરક્ષકોનો ઉપરી છે અને રાજદરબારમાં સૌ કોઈ તેનું ખૂબ આદરમાન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan