Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 100:2 - પવિત્ર બાઇબલ C.L.

2 આનંદથી પ્રભુની ભક્તિ કરો; ઉત્સાહથી ગાતાં ગાતાં તેમની હજૂરમાં આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 100:2
15 Iomraidhean Croise  

આઠમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યાં. સૌએ તેની પ્રશંસા કરી અને પોતાના સેવક દાવિદને અને તેના ઇઝરાયલી લોકને પ્રભુએ આપેલા સઘળા આશીર્વાદોને લીધે તેઓ ખુશખુશાલ થઈને પોતપોતાને ઘેર ગયા.


રાજાએ અને લોકોના આગેવાનોએ લેવીઓને દાવિદ અને સંદેશવાહક આસાફે લખેલાં સ્તોત્ર ગાવા કહ્યું. સૌ લોકોએ પૂરા આનંદથી ગીત ગાયાં અને તેમણે ધૂંટણો પર રહીને અને ભૂમિ પર શિર ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરી.


હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો.


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો જયજયકાર કરશે, અને મારો ઉદ્ધાર પામેલો પ્રાણ તમારામાં હરખાશે.


આભારસ્તુતિ સહિત તેમની સન્મુખ જઈએ, અને ગીતોથી તેમનો જયઘોષ કરીએ.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.”


કારણ, પ્રભુએ તમને સર્વ પ્રકારની સમૃધિથી ભરપૂર કર્યા તોપણ તમે આનંદથી અને દયના ઉમળકાથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરી નહિ.


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan