Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તે ગામ બહાર છૂપી જગાએ સંતાઈને બેસે છે; તે લાચાર લોકોની હત્યા કરવા ટાંપીને બેસે છે; તે નિરાધાર શિકારોની જાસૂસી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે ગામોની છૂપી જગાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનો ઘાત કરે છે. તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે. કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા માટે તેઓ છુપાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:8
14 Iomraidhean Croise  

યહૂદિયાના લોકોને મૂર્તિપૂજા તરફ પ્રેરીને તેમને પ્રભુ વિરુદ્ધ દુરાચરણમાં દોરી જવા ઉપરાંત મનાશ્શાએ કેટલાય નિર્દોષ માણસોનો સંહાર કર્યો, જેને લીધે યરુશાલેમની શેરીઓ લોહીથી તરબોળ થઈ ગઈ.


નિર્બળ અને લાચાર ગરીબની હત્યા કરવા ખૂની પરોઢિયે જ ઊઠી જાય છે, અને પાછા રાત્રે ચોરી કરે છે.


મારા પગ લથડી ગયા છે, તેઓ મને ચોમેરથી ઘેરી વળ્યા છે. મને જમીન પર પછાડવા માટે તેમની આંખો તાકી રહી છે.


તેઓ વિધવાઓ અને દેશમાં વસતા પરદેશીઓને હણી નાખે છે; તેઓ અનાથોની હત્યા કરે છે.


નેકજનના નિવાસ સામે દુષ્ટની જેમ લાગ જોઈને સંતાઈ રહીશ નહિ; અને તેનું ઘર લૂંટી લઈશ નહિ.


પણ તારી આંખો તો પોતાનો જ સ્વાર્થ જુએ છે, અને તારું હૃદય એના જ વિચાર કરે છે. તું નિર્દોષજનોની હત્યા કરે છે, જુલમ ગુજારે છે તથા બળજબરીથી લૂંટે છે.


ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો.


એ પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને પસંદ કર્યા અને પોતે જે જે શહેર કે ગામ જવાના હતા, ત્યાં તેમણે પોતાની અગાઉ તેમને બબ્બેની જોડીમાં મોકલી આપ્યા.


ત્યાર પછી ઈસુ શહેરમાં અને ગામડાંઓમાં ઈશ્વરના રાજ વિષેના શુભસંદેશનો પ્રચાર કરતા ફર્યા. બાર શિષ્યો તેમની સાથે ફરતા.


શખેમના માણસોએ પર્વતના શિખરો પર અબિમેલેખ વિરુદ્ધ માણસો સંતાડી રાખ્યા હતા અને તેઓ રસ્તે જતા આવતા સૌને લૂંટી લેતા. અબિમેલેખને એ વાતની ખબર પડી.


તેથી શાઉલે દોએગને કહ્યું, “તું તેમને મારી નાખ.” એટલે અદોમી દોએગે તેમને બધાને મારી નાખ્યા. તે દિવસે તેણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રનો એફોદ પહેરનાર પ્રભુના પંચ્યાસી યજ્ઞકારોને મારી નાખ્યા.


તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.”


Lean sinn:

Sanasan


Sanasan