Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:13 - પવિત્ર બાઇબલ C.L.

13 દુષ્ટ કેમ ઈશ્વરની ઉપેક્ષા કરે છે? તે મનમાં એમ કેમ માને છે કે ઈશ્વર ખૂનનો બદલો નહિ લે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 દુષ્ટ શા માટે ઈશ્વરને નિંદે? તે શા માટે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “તમે બદલો નહિ માગો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે? શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:13
13 Iomraidhean Croise  

રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.”


હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ.


ઝખાર્યાના પિતા યહોયાદાએ રાજા પ્રત્યે દાખવેલી વફાદારીપૂર્વકની સેવા રાજા ભૂલી ગયો, અને તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો. મરતાં મરતાં ઝખાર્યા બોલ્યો, “તમે જે કરો છો તે જોઈને પ્રભુ તમને શિક્ષા કરો!”


નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી.


ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


હે ઈશ્વર, વેરીઓ ક્યાં સુધી તમારો ઉપહાસ કરશે? શું તેઓ સદા તમારા નામની નિંદા કરશે?


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


પણ પૂરા એક મહિના સુધી તમે તે ખાશો. એટલે સુધી કે તમારાં નસકોરાંમાંથી તે પાછું નીકળશે અને તમને તેનાથી અરુચિ પેદા થશે. કારણ, તમારી મધ્યે વસતા પ્રભુનો તમે નકાર કર્યો છે અને તેમની આગળ રડી રડીને કહ્યું, ‘અમે ઇજિપ્તમાંથી નીકળીને આવ્યા જ ન હોત તો સારું થાત!”


ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


અહીં ઉપસ્થિત થયેલા લોકોમાંથી કોઈ પુરુષ કે સ્ત્રી, કોઈ કુટુંબ અથવા કુળના લોકો તમારા ઈશ્વર પ્રભુથી વિમુખ થઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાઈ ન જાય એ વિષે ચોક્સાઈ રાખજો; તમારામાં કીરમાણીનો ક્તિલ અને ઝેરી છોડવો ઉગાડનાર જડ ન હોય એનો ખ્યાલ રાખજો.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan