Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:11 - પવિત્ર બાઇબલ C.L.

11 દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “ઈશ્વર વીસરી ગયા છે.” તેમણે પોતાનું મુખ સંતાડી રાખ્યું છે; તેમણે તે જોયું નથી, અને તે કદી જોશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે? દેવ ભૂલી ગયા છે? તેમણે પોતાનું મુખ જોયુ નથી, સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:11
13 Iomraidhean Croise  

તે પોતાના મનમાં વિચારે છે, “હું કદી નાસીપાસ થનાર નથી; અરે, મારા વંશજો પણ કદી સંકટમાં આવી પડશે નહિ.”


પરંતુ હે પ્રભુ, તમે તેમને હસી કાઢશો; તમે સર્વ વિધર્મી પ્રજાઓનો ઉપહાસ કરશો.


તેઓ પોતાનાં કાવતરાંમાં એકબીજાને ઉત્તેજન આપે છે, અને ગુપ્ત રીતે જાળો ક્યાં બિછાવવી તેની મસલત કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જોનાર છે?”


તેઓ ગુના કરવાનો ઘાટ ઘડીને કહે છે, “ખૂબ વિચારપૂર્વક ઘાટ ઘડયો છે.” સાચે જ મનુષ્યનાં અંતર અને હૃદય ગૂઢ છે!*


દુષ્ટો કહે છે, “ઈશ્વર કેવી રીતે જાણી શકે? અને શું સર્વોચ્ચ ઈશ્વર પાસે કંઈ જ્ઞાન છે?”


તેઓ વિચારે છે, “યાહ આપણને જોતા નથી; યાકોબના ઈશ્વર ધ્યાન પણ દેતા નથી.”


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકના આગેવાનો અંધકારમાં પોતપોતાની મૂર્તિની ઓરડીઓમાં શું કરે છે તે તેં જોયું? તેઓ મૂર્તિઓવાળા પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રભુ અમને જોતા નથી. તે તો દેશ છોડી જતા રહ્યા છે.”


ઈશ્વરે ઉત્તર આપ્યો, “ઇઝરાયલીઓએ અને યહૂદિયાના લોકોએ અત્યંત દુરાચાર કર્યો છે. આખા દેશમાં ખૂનામરકી ચાલે છે અને યરુશાલેમ અન્યાયથી ભરપૂર છે. એ લોકો કહે છે કે, “પ્રભુ દેશ છોડીને ચાલ્યા ગયા છે અને તે જોતા નથી.’


એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.”


ત્યાં બેઠેલા નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકોએ પોતાના મનમાં વિચાર્યું,


એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”


Lean sinn:

Sanasan


Sanasan