Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, તમે કેમ ખૂબ દૂર રહો છો? સંકટને સમયે તમે કેમ સંતાઈ જાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો? સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે, તમે પાછા કયાં સંતાઇ ગયા છો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 10:1
13 Iomraidhean Croise  

તમે શા માટે મારાથી તમારું મુખ સંતાડો છો? અને શા માટે મને તમારો શત્રુ ગણો છો?


ઉત્તરમાં શોધું, તોપણ તે ત્યાં દેખાતા નથી; દક્ષિણમાં ફરી વળું પણ તે મને જડતા નથી.


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું તમે મારાથી એટલા દૂર છો કે તમે મારો પોકાર અને આર્તનાદ સાંભળતા નથી?


તમારું મુખ મારાથી સતાડશો નહિ. તમારા ક્રોધમાં મને, તમારા સેવકને કાઢી મૂકશો નહિ; કારણ, તમે જ મારા બેલી છો. હે મારા મુક્તિદાતા ઈશ્વર, મને તજી ન દો, મારો ત્યાગ ન કરો.


હે પ્રભુ, તમે મને તમારી કૃપાથી પર્વતો જેવો વધારે અડગ બનાવ્યો; પણ તમે મારાથી વિમુખ થયા કે હું નાસીપાસ થઈ ગયો.


તમે કેમ અમારાથી તમારું મુખ છુપાવો છો? અમારાં દુ:ખ અને જુલમને કેમ વીસરી જાઓ છો?


અમારાં મસ્તક ધૂળમાં રગદોળાયાં છે, અને અમારાં શરીર ભોંયભેગાં થયાં છે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


હે પ્રભુ તમે મને કેમ તજી દો છો? તમે તમારું મુખ મારાથી કેમ ફેરવી લો છો?


હે પ્રભુ, એકલા તમે જ ઇઝરાયલની આશા છો તેમજ અમને આફતમાંથી ઉગારનાર છો. તો પછી તમે દેશમાં વસતા વિદેશી સમાન, અને રાતવાસા માટે રોક્યેલા મુસાફર સમાન કેમ થયા છો?


અચાનક મૂંઝવણમાં પડી ગયેલા માણસના જેવા અને અણીને વખતે મદદ ન કરી શકે તેવા સૈનિક જેવા તમે કેમ થયા છો? ના, પ્રભુ ના, તમે તો અમારી મધ્યે જ છો; અમે તમારે નામે ઓળખાઈએ છીએ, અમને તજી દેશો નહિ!”


Lean sinn:

Sanasan


Sanasan