Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 1:6
17 Iomraidhean Croise  

પરંતુ ઈશ્વર તો મારી ચાલચલગત બરાબર જાણે છે, અને તે મારી ક્સોટી કરશે ત્યારે હું સોનાની જેમ ચળકી ઊઠીશ.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


મારો આત્મા હતાશ થઈ જાય ત્યારે તમે મને માર્ગદર્શન આપો છો; મારા શત્રુઓએ તો મારા માર્ગમાં મારે માટે ફાંદા સંતાડયા છે.


હે ઈશ્વર, મારા જમણા હાથ તરફ જુઓ; મારી પડખે મને ઓળખનાર કોઈ નથી; મારે માટે કોઈ આશ્રયસ્થાન પણ નથી, અને મારી દરકાર કરનાર કોઈ નથી.


પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે.


તમે શત્રુઓને સદાને માટે ખતમ કર્યા છે; તેમનાં નગરોને ખંડેરમાં પલટી નાખ્યાં છે, અને તેમનું સ્મરણ પણ રહ્યું નથી.


એક એવો માર્ગ છે જે માણસને સીધો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.


પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે.


પ્રભુ ભલા છે, તે પોતાના લોકોને માટે સંકટ સમયે આશ્રયદાતા છે. જેઓ તેમને શરણે જાય છે તેમની તે સંભાળ લે છે.


સાંકડા પ્રવેશદ્વારની મારફતે પ્રવેશ કરો. કારણ, વિનાશમાં લઈ જનાર પ્રવેશદ્વાર પહોળું અને માર્ગ સરળ છે અને તેના પર મુસાફરી કરનારા ઘણા છે.


હું ઉત્તમ ઘેટાંપાલક છું.


મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે.


તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan