Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 9:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઉદ્ધતને કદી ઠપકો ન દે, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, પણ જ્ઞાનીને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 9:8
23 Iomraidhean Croise  

રાજાને નાથાન સંદેશવાહકના આગમનની જાણ કરવામાં આવી અને નાથાને અંદર જઈને રાજા આગળ નમીને તેમને પ્રણામ કર્યા.


પછી રાજાએ સાદોક, નાથાન અને બનાયાને બોલાવ્યા. તેથી તેઓ રાજાની હજૂરમાં આવ્યા.


આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.”


નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.


તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે.


શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે.


શિસ્તની ઉપેક્ષા કરનાર કંગાલ અને અપમાનિત થશે, પણ ઠપકો સ્વીકારીને શીખનાર સન્માન પામશે.


ઉદ્ધત વ્યક્તિને ટીકા ગમતી નથી; તેથી તે જ્ઞાનીનો સંગ પસંદ કરતો નથી.


ઉદ્ધતને શિક્ષા કરશો તો અબુધ પણ શાણપણ શીખશે અને સમજુને ટકોર કરશો તો તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.


સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ.


મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે.


ખોટા વખાણ કરનાર કરતાં મોઢામોઢ ઠપકો આપનારની વધુ કદર થશે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


હિઝકિયા રાજાની સૂચના પ્રમાણે લોકો ચૂપ રહ્યા અને કંઈ જવાબ આપ્યો નહિ.


“કોઈના વિષે મનમાં કિન્‍નાખોરી રાખવી નહિ, પણ નિખાલસતાથી તેને તેનો દોષ બતાવવો; જેથી તેને લીધે તું પાપમાં પડે નહિ.


તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે.


પવિત્ર વસ્તુ કૂતરાંની આગળ ન નાખો; તેઓ તો તમારી સામા થઈને ફાડી ખાશે. વળી, તમારાં મોતી ભૂંડની આગળ વેરશો નહિ; તેઓ તો તેને પગ તળે ખૂંદશે.


Lean sinn:

Sanasan


Sanasan