Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મૂરખોની સોબત તજો અને ભરપૂર જીવન જીવો અને સમજને માર્ગે ચાલો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માર્ગે ચાલો.”

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 9:6
17 Iomraidhean Croise  

હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું.


“હે પુત્રી, સાંભળ, વિચાર અને ધ્યાન આપ; તારા લોકને અને તારા પિતાના ઘરકુટુંબને ભૂલી જા.


શિસ્તમય આચરણ કરનાર જીવનના માર્ગે ચાલે છે, પણ શિખામણની અવજ્ઞા કરનાર તે માર્ગેથી ભટકી જાય છે.


જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.


મારા પુત્ર મારી વાત સાંભળ અને જ્ઞાની બન, અને સદાચરણના માર્ગ પર તારું મન લગાડ.


હું તને જ્ઞાનનો માર્ગ બતાવું છું, અનેે તને પ્રામાણિક્તાના પંથે દોરી જાઉં છું.


જેઓ મને પ્રાપ્ત કરે છે તેમને જીવન પ્રાપ્ત થાય છે, અને પ્રભુ તેમના પર પ્રસન્‍ન થાય છે.


ઈશ્વરજ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષોમાં વધારો થશે.


જેથી તેઓ મારાં ફરમાનોનું પાલન કરશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોને આધીન થઇ તેમનો અમલ કરશે. આમ, તેઓ મારી પ્રજા થશે ને હું તેમનો ઈશ્વર થઇશ.


મારા સેવક દાવિદ જેવો એક રાજા તેમના પર રાજ કરશે. તે સર્વનો એક પાલક થશે. તેઓ એક રાજા નીચે એકત્ર થશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોનું અને ફરમાનોનું પાલન કરશે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.


પિતરે તેમને બીજાં ઘણાં વચનો કહીને આગ્રહભરી વિનંતી કરી, “આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ!”


તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.


પછી મેં બીજી એક વાણી આકાશમાંથી આમ કહેતી સાંભળી, “ઓ મારા ભક્તો, તે નગરીમાંથી નીકળી આવો, અને તેના પાપમાં તમે ભાગીદાર થશો નહિ, રખેને તેની આફતો તમારા પર આવી પડે!


Lean sinn:

Sanasan


Sanasan