Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે મેં કેટલાક અબુધ યુવાનોને જોયા, અને તેમાંથી એક અક્કલહીન યુવાન તરફ મારું ખાસ ધ્યાન ખેચાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનિયો મારી નજરે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને ત્યાં મેં ઘણાં અણઘડ યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 7:7
24 Iomraidhean Croise  

વ્યભિચારીની આંખ સાંજના અંધારાની વાટ જુએ છે. એ વિચારે છે કે કોઈ મને જોશે નહિ. વળી, તે પોતાનું મોં ઢાંકવા બુકાની બાંધે છે.


તમારા શિક્ષણની સમજૂતી પ્રકાશ આપે છે; તે અબુધને સમજણ આપે છે.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે.


તે અબુધોને ચતુર બનાવે છે, અને યુવાનોને વિદ્યા અને વિવેક બક્ષે છે.


સમજુ માણસની વાતો જ્ઞાનયુક્ત હોય છે, પણ અક્કલહીન માટે તો શિક્ષાની સોટી હોય છે,


પોતાની જમીન પર જરૂરી પરિશ્રમ કરનારને મબલક પાક મળે છે, પણ વ્યર્થ કલ્પનાઓમાં રાચનાર અણસમજુ છે.


અબુધ ગમે તે વાત સ્વીકારી લે છે, પણ ચતુર માણસ ચોક્સાઈપૂર્વક વર્તે છે.


અબુધો પોતાને મૂર્ખતાથી શણગારે છે, પણ ચતુરો પોતાના શિરને જ્ઞાનરૂપી મુગટથી સજાવે છે.


વિદ્યા વિનાનો ઉત્સાહ નકામો છે; એમ જ ઉતાવળે જવું અને માર્ગ ચૂકી જવો એ અર્થહીન છે.


ઉદ્ધતને શિક્ષા કરશો તો અબુધ પણ શાણપણ શીખશે અને સમજુને ટકોર કરશો તો તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.


ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.


એકવાર હું એક આળસુ મૂર્ખના ખેતર તથા દ્રાક્ષવાડી પાસેથી પસાર થતો હતો;


ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.


મારા પુત્ર, મારા જ્ઞાન પ્રત્યે લક્ષ આપ; મારી વિવેકબુદ્ધિની વાતો પર ધ્યાન આપ.


મારા પુત્ર, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કર, અને તારી માતાએ આપેલા શિક્ષણનો ત્યાગ ન કર.


પણ વ્યભિચાર કરનાર તો અક્કલહીન છે; એવું કૃત્ય કરનાર પોતાનો જ વિનાશ નોતરે છે.


ઓ અબુધો, તમે ચતુર બનો; ઓ મૂર્ખાઓ, તમે સમજણ પ્રાપ્ત કરો.


“હે અબુધો, મારે ત્યાં આવો.” તે મૂર્ખોને ઉદ્દેશીને કહે છે:


“હે અબુધો, મારે ત્યાં આવો,” અને અજ્ઞાનીઓને આમંત્રણ આપે છે, “મારે ઘેર જમવા આવો અને મારો મસાલેદાર દ્રાક્ષાસવ પીઓ.


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


ઈસુએ તેમને કહ્યું, બીજાની જેમ તમને હજુ પણ સમજણ પડતી નથી!


Lean sinn:

Sanasan


Sanasan